ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં બાળકનો જન્મ દિન ઉજવાયો
આજ રોજ ભુજ ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં જીલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ તથા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી દિપાબેન લાલકાની ઉપસ્થિતિમાં બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી એ.પી.રોહડિયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજના કર્મચારી મિત્રો અને જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી વિપુલ ડોરીયા અને કર્મચારી મિત્રો દ્રારા બાળકના જન્મદિન નિમિતે બાળ સંભાળ ગૃહમાં આવેલ ખંડ સજાવવામાં આવેલ તેમજ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.
હાલ જીલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળના બાળ સંભાળ ગૃહ ખાતે ૧૪ જેટલા કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો સંસ્થામાં આશ્રિત છે. સંસ્થામાં નિયમિત રૂપે રાષ્ટ્રીય તહેવારો, સ્થાનિક ઉત્સવો તેમજ બાળકોના જન્મદિનની ઉજવણી કરવામાં આવતી હોય છે.
તમામ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ નોંધણી કરાવવા અનુરોધ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ,બહુમાળી ભવન – ૨૧૮, ભુજ કચ્છખાતે નોંધાયેલ તમામ તેમજ નવા નોંધણી કરાવવા માંગતા તમામ બાંધકામ શ્રમિકો ને ઇ –નિર્માણ કાર્ડ બનાવવું ખૂબ જરૂરી છે,જે માટે જરૂરી આધાર પુરાવામાં આધાર કાર્ડ, ચૂટણી કાર્ડ/પાન કાર્ડ/લાઈસન્સ, રાશન કાર્ડ, રાશન કાર્ડમાં સમાવેશ તમામ વ્યક્તિના આધાર કાર્ડ, IFSC બેંક ખાતું ૯૦ દિવસ અથવા એના કરતાં વધુ દિવસ કામકાજ કર્યાનો અનુભવ આવકનો દાખલો આ તમામ પુરાવાઓની નકલ સાથે રાખી જીલ્લામાં ફાળવેલ પોતાના નજીકનાં સીએસસી કેન્દ્ર કોમન સર્વિસ સેન્ટર મધ્યે રૂબરૂ સંપર્ક કરી ઇ –નિર્માણ કાર્ડ કઢાવી લેવો. સીએસસી કેન્દ્ર – કોમન સર્વિસ સેન્ટર માં કાર્ડ ઇસ્યુ કરવા બાબતે કોઈ તકલીફ જણાય તો CSC જિલ્લા મેનેજર શ્રી પ્રિતેશભાઇ પરમાર – ફોન નંબર- ૭૦૧૬૦ ૪૭૩૪૦નો સંપર્ક કરવો. જેથી કરી રાજ્ય સરકારની યોજનાઓનાં લાભ મેળવી શકાય તેવું ડી. જે. પંડ્યા પ્રોજેકટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.



