જન ઔષધિ દિવસના ઉપલક્ષમાં સ્મૃતિવન ખાતે હેરિટેજ વોકનું આયોજન કરાયું
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારાએ હેરિટેજ વોકમાં સહભાગી થઈને જન ઔષધિનો ઉપયોગ કરવા અપીલ કરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ અન્વયે જન ઔષધિ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે જિલ્લા આરોગ્ય શાખા ભુજ કચ્છ દ્વારા સ્મૃતિવન મેમોરિયલ ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારાએ હેરિટેજ વોકમાં સહભાગી થઈને જન ઔષધિને પ્રાધાન્ય આપવા લોકોને અપીલ કરી હતી. આ હેરિટેજ વોક સ્મૃતિવન પરિસરથી શરૂ થઈને સન પોઈન્ટ સુધી પહોંચી હતી. આ પ્રસંગે સ્મૃતિવન પરિસરથી સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારત થીમ અંતર્ગત યોજાયેલી સાઈકલ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચ “જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પાંચમો જન ઔષધિ દિવસ “જન ઔષધિ-સસ્તી પણ અને સારી પણ” ની સૂચિત થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જે માટે ૦૧ માર્ચથી ૭ માર્ચ ૨૦૨૩ સુધી તમામ શહેરો/નગરોમાં એક અઠવાડિયા સુધી જાગૃતતા ઉભી કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.આર.ફૂલમાલી, કચ્છ સિવિલ સર્જન શ્રી ડૉ. કશ્યપ બૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર શ્રી એન.આર.સૈયદ, આરોગ્ય વિભાગના ડીક્યુએમઓશ્રી ડૉ.અમીન અરોરા, વિપૂલ દેવમૂરારી, ડૉ.આશિષ પટેલ, કેયૂરભાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દ ન્યુઝનાં તંત્રી ડો. સીમાબેન પટેલને આમ આદમી પાર્ટી કાર્યકર દયા મકવાણા દ્વારા આધાર પુરાવા વગર કર્યા બદનામ
જામનગર જિલ્લાના કાલાવડ ખાતેથી ડો. સીમાબેન પટેલ દ્વારા હિન્દ ન્યુઝ સાપ્તાહિક અખબાર પ્રસિદ્ધ કરવામાં આવે છે. હિન્દુ ન્યુઝ અખબાર હંમેશા નિષ્પક્ષતાથી લોકપ્રશ્નોને વાચા આપતું અખબાર છે. ગત બે વર્ષ અગાઉ હિન્દ ન્યુઝ દ્વારા કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલ ગઢવી ની લેન્ડ ગ્રેમ્બિંગ અંગેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ સળંગ ચાર અંકોમાં આ લેન્ડ ગ્રેમ્બિંગ અંગેના સમાચાર હિન્દ ન્યુઝમાં પ્રસિદ્ધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા અજમલ ગઢવી વિરુદ્ધ કોઈ કાયદાકીય કરવામાં ન આવતા અને રાજકીય દબાણોથી આ સમગ્ર લેન્ડ ગ્રેમ્બિંગ નો મુદ્દા પર તંત્ર દ્વારા ભીનુ સંકેલી લેવામાં આવ્યું હતું
અત્રે અહીં ખાસ જણાવવાનું કે ગત થોડા દિવસ અગાઉ હિન્દ ન્યુઝ દ્વારા કાલાવડ નગરપાલિકા કર્મચારીઓ અને સરકારી અધિકારીઓના મેળાપીપણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થતા હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને આ સમાચાર હિન્દ ન્યુઝ ના કાલાવડ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતા કાલાવડ રહેવાસી અને આમ આદમી પાર્ટી કાર્યકર દયા મકવાણા દ્વારા કોઈપણ આધાર પુરાવા વગર હિન્દ ન્યુઝ અખબાર ઉપર રાગદ્વેષ રાખી હિન્દ ન્યુઝ કાલાવડ ગ્રુપમાં લખ્યું હતું કે “લેન્ડ ગ્રેમ્બિંગ કરનાર અજમલ ગઢવી પાસે રૂપિયા લઈ સમાચારો છાપવાનું બંધ કરી દીધું હતું એમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ રૂપિયા લઇ આ કોભાંડનાં સમાચારો પણ બંધ તો નહીં કરી દો ને?
શું અજમલ ગઢવીના લેન્ડ ગ્રેમ્બિંગ માં હિન્દ ન્યુઝ દ્વારા પૈસા લીધા હોવાનું દયા મકવાણા પાસે કોઈ આધાર પુરાવો છે ખરા ?
લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવાતા પત્રકાર ડો. સીમાબેન પટેલને આધાર પુરાવાઓ વગર ખોટા બદનામ કરવાના હેતુથી આમ આદમી પાર્ટી કાર્યકર દયા મકવાણા દ્વારા જે ખોટા મેસેજ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યો હતો તે અનુસંધાને આજરોજ જામનગર એસ.પી.ને લેખિતમાં ડો.સીમાબેન પટેલ અને પત્રકારો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું અને આવેદન દ્વારા ‘કાલાવડ આમ આદમી પાર્ટી કાર્યકર દયા મકવાણા ને હિન્દ ન્યુઝ અને હિન્દ ન્યુઝનાં તંત્રીશ્રી એવા ડો. સીમાબેન પટેલને ખોટી રીતે આધાર પુરાવા વગર બદનામ કરનાર આમ આદમી પાર્ટી દયા મકવાણા ને કાયદાકીય પગલા ભરી કડકમાં કડક સજા આપવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી
ખોટી પ્રસિદ્ધિ મેળવવા આમ આદમી પાર્ટી કાર્યકર દયા મકવાણા હિન્દ ન્યુઝ ને કર્યા બદનામ
પૂછતા હે ‘હિન્દ ન્યુઝ’
શું હિન્દ ન્યુઝએ અજમલ ગઢવી પાસે પૈસા લીધા નો કોઈ પુરાવો દયા મકવાણા પાસે છે ?
શું દયા મકવાણા આધાર પુરાવાઓ વગર કોઈપણ પત્રકારને જાહેરમાં બદનામ કરી શકે છે ?
શું આમ આદમી પાર્ટીએ ગુજરાતના પત્રકારોને બદનામ કરવાનો હવાલો દયા મકવાણાને આપ્યો છે ?
અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કચેરીના મુખ્ય સભાખંડ ખાતે રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની મીટીંગ મળી હતી, આજની આ મીટીંગમાં જનરલ હોસ્પિટલ પાછળ, વિજય નગર, નગરપાલિકાના હયાત. બોરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા પર આંગણૂવાડી કેન્દ્ર નં. ૩૬ ના નવા મકાન બાંધકામ માટે જગ્યા ફાળવવા એન.ઓ.સી. આપવામાં આવી. શહેરની હયાત પરિસ્થિતી મુજબ સેનીટેશન શાખામાં આવર્તી રોજ બરોજની ફરીયાદને ધ્યાને લઈ, કુલ્લ પ(1) નંગ મેનહોલ કવર ખરદ કરવાના કામે અંદાજિત ખર્ચ રૂા.૧૨, ૯૭, 00ા- ની ખર્ચ મંજુરી, શ્રી અટલ બિહારી વાજપેયી ઈગ્લીશ સ્કુલની પાછળ હયાત ટોયલેટ બ્લોકના બાકી રહેતા કોમ નું રૂા. ૧,૦૮,60- ની મંજુરી, રૂા. ૫, ૩૧ લાખ ના ખર્ચે નવા નગર વિસ્તારમાં પાઈપ ક્લવર્ટ બનાવવાનું કામ, સુચિત હયાત દરોમાં પ% વધારો, મટન,મચ્છી માર્કેટના આખરી નિયમો, રૂા.૪૧, ૧૪,૯૩.૧:૩ ના ખર્ચે PMKKKY ગ્રાન્ટમાંથી
અંજાર નગરપાલિકા હસ્તકની ટ્રસ્ટ સંચાલિત હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં ગેસ આધારિત સગડીના કામની વધારાના ખર્ચની મંજુરી, રૂા.૧૨, ૫૮,૨૫, ના ખર્ચે અંજાર નગરપાલિકાના જુદા જુદા ખાતાઓ અને શાખાઓના રેકર્ડની વર્ગીકરણના નિયમ મુજબ મુવેબલ રેકર્ડ રેક બનાવવાનું કામ, રૂા.૧૦,૦૩,૮012C)- ના ખર્ચે રેકર્ડને વધુ રક્ષણાત્મક અભિગમ કેળવી અને ભવિષ્યમાં ઓનલાઈન કરવા માટે ડીઝીટલાઈઝેશન કરવાનું કામ, શહેરર્થી ર૦ કિ.મી. સુધીની ત્રિજયામાં સમાવિષ્ટ વિરતારના લોકો માટે શબવાડીની ની ફી સેવા, રૂા. ૬૩, ૩૬,૪૮૩.૪૪ ના ખર્ચે અંજાર દેવળીયા નાકા પાસે આવેલ મ્યુનિસિપલ ગાર્ડનની કમ્પાઉન્ડ વોલ તથા ગેટ બનાવવાનનું કામ, રૂા.૫,૦૦,o)ના ખર્ચે અંજાર નગરપાલિકાના દેવળીયા નાકા પબ્લીક પાર્કમાં ચાર ઘાસીયા પ્લોટ તથા બે હીંચકાવાળા પ્લોટ તથા સેલ્ફી પોઈન્ટ પાસેના કોર્નરમાં ૧૦ ફુલોના કયારાઓ સ્વરૂપે કોર્નર વિકસાવવાનું કામોને સર્વાનુમતે તેમજ બહુમતીથી મંજુરી આપવામાં આવી હતી.
ઠરાવનું વાંચન શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. સંકે ક્યું હતું. તેમજ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા એ ચર્ચામાં ભાગ લીધો હતો, શાસકપક્ષના ર૭ અને વિરોધ પક્ષના ૧ એમ કુલ્લ ૨૮ સભ્યો હાજ૨ ૨હ્યાં હતાં.
આજ રોજ ભુજ ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં જીલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ તથા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી દિપાબેન લાલકાની ઉપસ્થિતિમાં બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી એ.પી.રોહડિયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજના કર્મચારી મિત્રો અને જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી વિપુલ ડોરીયા અને કર્મચારી મિત્રો દ્રારા બાળકના જન્મદિન નિમિતે બાળ સંભાળ ગૃહમાં આવેલ ખંડ સજાવવામાં આવેલ તેમજ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. હાલ જીલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળના બાળ સંભાળ ગૃહ ખાતે ૧૪ જેટલા કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો સંસ્થામાં આશ્રિત છે. સંસ્થામાં નિયમિત રૂપે રાષ્ટ્રીય તહેવારો, સ્થાનિક ઉત્સવો તેમજ બાળકોના જન્મદિનની ઉજવણી કરવામાં આવતી હોય છે.
તમામ બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ નોંધણી કરાવવા અનુરોધ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ,બહુમાળી ભવન – ૨૧૮, ભુજ કચ્છખાતે નોંધાયેલ તમામ તેમજ નવા નોંધણી કરાવવા માંગતા તમામ બાંધકામ શ્રમિકો ને ઇ –નિર્માણ કાર્ડ બનાવવું ખૂબ જરૂરી છે,જે માટે જરૂરી આધાર પુરાવામાં આધાર કાર્ડ, ચૂટણી કાર્ડ/પાન કાર્ડ/લાઈસન્સ, રાશન કાર્ડ, રાશન કાર્ડમાં સમાવેશ તમામ વ્યક્તિના આધાર કાર્ડ, IFSC બેંક ખાતું ૯૦ દિવસ અથવા એના કરતાં વધુ દિવસ કામકાજ કર્યાનો અનુભવ આવકનો દાખલો આ તમામ પુરાવાઓની નકલ સાથે રાખી જીલ્લામાં ફાળવેલ પોતાના નજીકનાં સીએસસી કેન્દ્ર કોમન સર્વિસ સેન્ટર મધ્યે રૂબરૂ સંપર્ક કરી ઇ –નિર્માણ કાર્ડ કઢાવી લેવો. સીએસસી કેન્દ્ર – કોમન સર્વિસ સેન્ટર માં કાર્ડ ઇસ્યુ કરવા બાબતે કોઈ તકલીફ જણાય તો CSC જિલ્લા મેનેજર શ્રી પ્રિતેશભાઇ પરમાર – ફોન નંબર- ૭૦૧૬૦ ૪૭૩૪૦નો સંપર્ક કરવો. જેથી કરી રાજ્ય સરકારની યોજનાઓનાં લાભ મેળવી શકાય તેવું ડી. જે. પંડ્યા પ્રોજેકટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
કચ્છમાં પ્રથમ ડોઝમાં ૯૦% તેમજ બીજા ડોઝમાં ૮૬% રસીકરણ થયું
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પૂર્વતૈયારીઓ સાથે કચ્છ આરોગ્ય તેમજ વહીવટીતંત્ર સુસજ્જ
આજરોજ કચ્છ પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છમાં થયેલ રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની ત્રીજી લહેર સંદર્ભે પુર્વતૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી.
સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે ત્યારે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા શું-શું તકેદારી લેવામાં આવી રહી છે તેમજ કોરોના સામે રામબાણ તરીકે રસીને અગ્રતા આપવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિશે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.
આ ઉપરાંત શ્રીહર્ષદ પટેલે ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું તેમજ ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી ફોલોઅપ લેવા સુચના આપી હતી.
કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ પણ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના તેમજ રસીકરણ સંદર્ભે લેવાયેલા પગલા વિશે છણાવટ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનક માઢકે આ વિશે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની ૯૦% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે જ્યારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી ૮૬% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે જ્યારે બાકીના ૧૪%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે.
આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત ૩૬૦૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ, ૫૧ MT ઓક્સિજન ઉત્પાદન, ૪૧૦ આઇ.સી.યુ. બેડ, ૨૪૨૪ ઓક્સિજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોનાને ટક્કર આપવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત હર્ષદ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. બળવંતસિંહ જાડેજા/અનિશ સુમરા ૦૦૦૦૦૦
You must be logged in to post a comment.